Are you looking for Gujarati Ukhana With Answer? શું તમે ગુજરાતી ઉખાણાં જવાબ સાથે શેર કરવા માંગો છો? Best Ukhana With Answer, gujarati puzzle question with answer,gujarati puzzles with answers. Do you want to share riddles with answer, Do you want to share puzzle gujarati with answer in whatsapp, facebook, instagram and telegram with Girlfriend and Boyfriend.
70+ Gujarati Ukhana With Answer। ગુજરાતી ઉખાણાં
નમસ્કાર મિત્રો અમારી website માં આપનું સ્વાગત છે આજે આપની સમક્ષ ગુજરાતી ભાષાના પ્રાચીન અને મજેદાર 70+ ગુજરાતી ઉખાણા લઈને આવ્યા છીએ. ઉખાણા આપણને પસંદ પડશે જ. પસંદ પડે તો બાળકોને પણ વંચાવો. આવી અવનવી અને બાળકો માટેની ઉપયોગી પોસ્ટ મુકતા રહીશું.
puzzle, crossword, Quiz, કોયડા, પહેલીયા, mind Game, એ ઉખાણાનાં જ જુદાજુદા પ્રકાર છે. જુના જમાનામાં જ્યારે મનોરંજનના સાધનોનો અભાવ હતો ત્યારે મોટેરાઓ અને બાળકો સૌ માટે ઉખાણા એ રમતગમતનું મુખ્ય સાધન હતુ.
ઉખાણાથી બાળકો ની તર્કશક્તિ, વિચારશક્તિ, IQ, knowledge વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો બાળકોને આવી રમતો રમાડો અને વંચાવો. આજે આપણે 70+ પ્રાચીન અને મજેદાર અટપટા ઉખાણા જોઇશુ.
Puzzle Gujarati With Answer | Gujarati Ukhana

ઉડું છું પણ પંખી નહીં,
સૂંઢ છે પણ હાથી નહી,
છ પગ પણ માખી નહી,
ગીત ગાઉં છું પણ ભમરો નહીં.જવાબ : મચ્છર
ત્રણ નેત્ર પણ શંકર નહીં,
વાળ ઘણા પણ ઘેટું નહીં,
પાણી છે પણ ઘડો નહીં,
સન્યાસી છે પણ ભગવાન નહીં.જવાબ : નારિયેળ
રંગ બેરંગી લકડક નાર,
વાત કરે ન સમજે સાર,
સૌ ભાષામાં બોલે એ,
ચાલે ત્યાં આંસુની ધાર.જવાબ : બોલપેન
વડ જેવા પાન ને શેરડી જેવી પેરી
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી.જવાબ : આંકડો
દાદા છે પણ દાદી નથી,
ભાઈ છે પણ ભાભી નથી,
નવરો છે પણ નવરી નથી,
રોજી છે પણ રોટી નથી!!!જવાબ : દાદાભાઈ નવરોજી
આ પણ વાંચો, 20+ Love Shayari Gujarati 2023 । ગુજરાતી લવ શાયરી
Best Gujarati Ukhana With Answer । Riddles With Answer
ગોળ ગોળ ફરતી જાય,
ફરતી ફરતી ગાતી જાય,
દાણો દાણો ખાતી જાય,
તોય એનુ પેટ ન ભરાય.જવાબ : ઘંટી
આમ તો નીચી નજરે ચાલે,
રીસાય ત્યારે પગ પછાડે,
લોકોનો એ ભાર વેંઢારે,
તોય કોઇ સારો ન માને.જવાબ : ગધેડો
તણખલા રૂના સંગાથે,
ઝૂલું ડાળે ડાળ,
જ્યારે પંખી ઊડી જાતા,
બચ્ચાની રાખું સંભાળ.જવાબ : માળો
બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,
આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.જવાબ : દાદા-દાદી
મા ગોરી રૂપકડી,
ને બચ્ચા કાળાં મેશ,
મા મરે, બચ્ચા જો ભળે,
દૂધ-ચામાં સુગંધ પ્રસરે.જવાબ : એલચી
Gujarati Puzzle With Answer । Gujarati Ukhana

લીલુ ફળને ધોળું બી,
મારે માથે કાંટા,
ચોમાસામાં મને સેવો તો,
ટળે દવાખાનાના આંટા.જવાબ : કારેલુ
લાગે ઢમઢોલ શરીર,
પણ નથી મારો કંઇ ભાર,
દેહ છે મારો રંગબેરંગી,
બાળકોનો છું હું સંગી.જવાબ : ફુગ્ગો
નદી-સરોવરમાં રહેતી,
પાણીની રાણી કહેવાતી,
રંગબેરંગી જોવા મળતી,
કહો ક્યા નામે ઓળખાતી ?જવાબ : માછલી
આખો દિવસ ઊંધ્યા કરું,
રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું ?
તો બોલો મિત્રો કોણ હું ?જવાબ : મિણબત્તી
સાત વેંતનું સાપોલિયું,
મુખે લોઢાનાં દાંત,
નારી સાથે રમત રમુ,
જોઇને હસે કાંત.જવાબ : સાંબેલુ
આ પણ વાંચો, 45+ Happy Marriage Anniversary Wishes For Mom And Dad
ગુજરાતી ઉખાણા જવાબ સાથે । Puzzle Gujarati

ચાર ભાઇ આડા
ચાર ભાઈ ઉભા
એક એકના અંગમાં
બબ્બે જણ બેઠા.જવાબ : ખાટલો
રાતા રાતા રાતનજી
પેટમાં રાખે પણાં
વળી ગામે ગામે થાય
એને ખાય રંક ને રાણા!!જવાબ : બોર
અડધું ફળ ને અડધું ફૂલ,જોવા મળું ના બાગમાં,રંગે કાળું પણ મધ મીઠુંતો ઝટપટ કહો હું કોણ..?જવાબ : ગુલાબ જામુન
એવું શું છે જે આદમી પોતાનીપત્ની અને સાળીની જોઈ શકેપણ પોતાની સાસુની જોઈ શકતો નથી.જવાબ : લગ્ન, સગાઈ
વાણી નહીં પણ બોલી શકે,પગ નથી પણ ચાલી શકે,વાગે છે પણ કાંટા નહીં,એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?જવાબ : ઘડિયાળ
Gujarati Puzzle Question With Answer । Gujarati Riddles

ચાર ખૂણાનું ચોકઠું,
આભે ઉડ્યુ જાય,
રાજા પૂછે રાણીને,
આ ક્યુ જનાવર જાય.જવાબ : પતંગ
બે માથાં અને બે પગ,જાણે એને આખું જગ,જે કોઈ આવે એની વચમાં,કપાઈ જાય એની કચ કચ માંબોલો એ શું..?જવાબ : કાતર
હવા કરતા હળવો હું,રંગે બહુ રૂપાળો,થોડું ખાઉં ને ધરાઈ જાઉં,વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?જવાબ : ફુગ્ગો
ઘરમાં મહેમાનોને દેવાયવોટમાં નેતાઓને દેવાયઆરામ કરવામાં વપરાય બોલો એ શું..?જવાબ : ખુરશી
પીળા પીળા પદ્મસીને પેટમાં રાખે રસથોડા ટીપાં વધુ પડે તોદાંતનો કાઢે કસ! બોલો એ શું..?જવાબ : લીંબું
Ukhana Gujarati With Answer Photos । puzzle gujarati
પગ વિના ડુંગરે ચડે,
મુખ વિના ખડ ખાય,
રાણી કહે રળિયામણું,
ક્યુ જનાવર જાય ?જવાબ : ધુમાડો
ખારા જળમાં બાંધી કાયારસોઈમાં રોજ મારી માયાજન્મ ધર્યાને પારા છોડા,મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?જવાબ : મીઠું
જો તમારી પાસે ચાર ગાયઅને બે બકરી છે તોતમારી પાસે કેટલા પગ છે..?જવાબ : બે
એવું શું છે જે પાણીમાં પડેતોય ભીનું ના થાય..?જવાબ : પડછાયો
એવું શું છે જે જેનું હોયએ જ જોઈ શકેઅને માત્ર એક જ વાર જોઈ શકે..?જવાબ : સપનું
કોયડા ઉખાણાં અને જવાબ । ગુજરાતી ઉખાણાં અને જવાબ

પઢતો પણ પંડિત નહી,
પૂર્યો પણ નહી ચોર,
ચતુર હોય તો ચેતજો,
મધૂરો પણ નહી મોર.જવાબ : ભમરો
મારી બકરી આલો પાલો ખાય,
પાણી પીવે તો ટપ દઈને મરી જાય.જવાબ : દેતવા
તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય,
રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.જવાબ : બળદગાડું
ફાળ ભરે પણ મૃગ નહી,
નહી સસલો નહી શ્વાન.
મો ઉચુ પણ મોર નહી,
ચતુર કરો વિચાર.જવાબ : દેડકો
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Gujarati Ukhana With Answer । ગુજરાતી ઉખાણાં સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.