પિતા માટે સુવિચાર

પિતા એટલે વિચાર નો દરિયો પિતા એટલે ગણિતનો બેતાદ બાદશાહ પિતા એટલે સંતાનનો પ્રથમ શિક્ષક

પિતા એટલે અસંખ્ય ગણતરી નો સરવાળો પિતા એટલે દરેક મુશ્કેલી ની બાદબાકી

દરિયામાં જેટલો ક્ષાર ગીતામાં જેટલો સાર એટલો તો એક શબ્દ પર ભાર એ શબ્દ એટલે પિતા

મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા મેં જોયા છે એવા એક જ ફરિશ્તા મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા

આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવુ એ શીખવાડી દેનાર પિતા

પિતાથી સુવાસીત આ સંસાર છે પિતાથી જ શોભે આ ઘરબાર છે કહે વાત એ જે એમાં સાર છે પિતાથી જ જીવનમાં રણકાર છે

પિતા એક દિવડા માફક છે જે અંઘકારરૂપી દુખમાં પોતે એકલા જ બળે છે અને સુખ રૂપી પ્રકાશ તેમના સ્વજનોને આપે છે

બાપ બનેલો માણસ એટલો  ઊંડો થતો જાય છે ને એના તળિયે  પહોંચવું અશક્ય બની જાય છે